Saturday, 8 June 2013

માહિતી અધિકાર હેઠળ પત્ની એ કરેલ ફરિયાદની નકલ મેળવવાની રીત

માહિતી અધિકાર હેઠળ પત્ની એ કરેલ ફરિયાદની નકલ મેળવવાની રીત


તમારી પત્ની પોલીસ સ્ટેશન જઈને તમારી વિરુદ્ધ ફરિયાદ કરશે એટલે તમને ફોન આવશે અને તમને ત્યાં બોલાવવા માં આવશે. આ અરજી તમને કદાચ વાંચવા દેવામાં આવશે અથવા તો નહિ વાંચવા દેવામાં આવે. આ અરજી તમે કઈ રીતે મેળવશો ? એક રસ્તો છે ગાંધી જી ..જે ની ઓળખાણ બધે જ ચાલે છે અને બીજો રસ્તો છે જાહેર માહિતી અધિકાર ની અરજી. નીચે મુજબ ની અરજી નો ઉપયોગ કરી શકાય કે જેનો ઉપયોગ ઘણા લોકો એ સફળતાપૂર્વક કર્યો છે.


આ અરજી નો નમુનો મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો

------------------------------------------------------------------------------------------------------------
નમુનો (ક) 
(જુઓ નિયમ ૩(૧))
માહિતી મેળવવા માટેની અરજી નો નમુનો

પ્રતિ શ્રી, 
જાહેર માહિતી અધિકારી ,
(શહેરનું નામ) પોલીસ સ્ટેશન
સરનામું :પોલીસ સ્ટેશન નું સરનામું


હું માહિતી અધિકાર અધિનિયમ , ૨૦૦૫ હેઠળ આપ ની પાસે નીચે ની માહિતી મેળવવા માગું છું. તેણી વિગત નીચે મુજબ ની છે.
૧. અરજદર નું નામ :  તમારૂ  નામ
૨. અરજદાર નું પૂરે પૂરું સરનામું : તમારૂ હાલ નું સરનામું
૩. જરૂરી માહિતી ની ચોક્કસ બાબતો /વિગતો ટૂંક માં : જરૂરીમાહિતીનોચોક્કસ સમયગાળો
        મારી પત્ની નામ અ.બ.ક.ડ રહેવાસી ટ.ય.ઉ.ઉ એ મારા અને મારા પરિવાર વિરુદ્ધ આપેલી પોલીસ ફરિયાદ ની પ્રમાણિત નકલ મેળવવા માટે ની અરજી. 
        સમય ગાળો : તમારા લગ્ન ની તારીખ થી આજ ની તારીખ 

૪. આ અરજી પર કોર્ટ ફી સ્ટેમ્પ ચોન્તાડેલ છે.

૫. હું આથી જાહેર કરું છુ કે હું ભારત નો નાગરિક છું.

૬. હું આથી જાહેર કરું છું કે ઉપર ની વિગતો મારી જાણ અને માન્યતા અનુસાર સાચી છે.

તારીખ :  આજ ની તારીખ
સ્થળ :  શહેર

અરજદાર ની સહી : તમારી સહી 
ટેલીફોન નંબર : તમારો નંબર
(કચેરી)
(નિવાસ)
મોબાઇલ :
------------------------------------------------------------------------------------------------------------

ઉપર દર્શાવેલ અરજી માં લાલ અક્ષ્રરે દર્શાવેલ વિગત તમારે પૂરી પડવાની રહે છે.  આ અરજી નો સાદા પેપર પર પ્રિન્ટ કાઢી લો અને જરૂરી વિગતો ઉપર દર્શાવ્યા મુજબ ભરી દો.  આ અરજી પર ૨૦/- ની કોર્ટ ફી સ્ટેમ્પ ચોતાન્ડી દો.આ ઉપરાંત એક સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમીશન નું એક ચુકાદો આ અરજી સાથે જોડી દો.

http://bharatchugh.wordpress.com/2012/06/15/caw-cell-to-give-copy-of-complaint-cic-decision/
http://www.rti.india.gov.in/cic_decisions/CIC_SS_A_2012_000666_M_86123.pdf


આ ચુકાદા ઓ મુજબ પોલીસે પત્ની એ આપેલી ફરિયાદ ની નકલ પતિ ને આપવી જ રહી.

આ વિગતો ભરેલી અરજી , બે ચુકાદા ઓ ની પ્રિન્ટ , ૨૦/- ની કોર્ટ ફી સ્ટેમ્પ થઈ ગયા પછી આ કાગળીયાઓ ને રજીસ્ટરડ પોસ્ટ થી પોલીસ સ્ટેશન મોકલી આપો અને તમે લગભગ ૧૦-૧૫ દિવસ માં અથવા તો વધારે માં વધારે ૨૫-૩૦ દિવસ માં પોલીસ સ્ટેશન માં થી ફોન આવશે જેમાં તમને રૂબરૂ બોલાવી ને કોપી લઈ જવાનું કહેવામાં આવશે. દરેક પાના દીઠ ૨/- રૂપિયા તમારે પોલીસ સ્ટેશન માં ચુક્ક્વાના રહે છે (કાયદાકીય રીતે).

 નોંધ : આ માહિતી અધિકાર ની અરજી ના ઘણા પાસા ઓ છે, પરંતુ  સામાન્ય માણસ પણ કરી શકે તે જોતા અન્ય જટિલ પાસા ઓ નો વિગતવાર ઉલ્લેખ કર્યો નથી.

No comments:

Post a Comment